જાન્યુઆરી 15, 2025 1:41 પી એમ(PM) | badhal | badhal death | disease | Jammu & Kashmir

printer

જમ્મુ અને કાશ્મીર: રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બુધલ તાલુકાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત નિપજ્યા છે. ડિસેમ્બર 2024 થી મૃત્યુઆંક વધીને 14 થયો છે. મુખ્ય સચિવ અટલ દુલ્લુએ ગઈકાલે આરોગ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ સાથે મૃત્યુના કારણની તપાસ માટે બેઠકની અધ્યક્ષતા કરી અને તેમણે આરોગ્ય અને પોલીસ વિભાગોને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું.