જાન્યુઆરી 16, 2026 9:26 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીર પોલીસે, પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલરની સ્થાવર મિલકત જપ્ત કરી

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસે પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલરની સ્થાવર મિલકત જપ્ત કરી છે. મંડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં કોર્ટના નિર્દેશોનું પાલન કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે.જપ્ત કરાયેલી મિલકતમાં મંડી તહસીલમાં 10 કનાલ અને 14 મરલા જમીનનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત 22 લાખથી વધુની છે. આ જમીન ચેમ્બર કનારીના રહેવાસી અબ્દુલ અઝીઝની છે, જે હાલમાં પાકિસ્તાનમાં આતંકવાદી હેન્ડલર તરીકે કાર્યરત છે.અધિકારીઓએ જણાવ્યું કે આરોપી અગાઉ પાકિસ્તાન અને પીઓકે (પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર)માં ઘુસણખોરી કરી ચૂક્યો છે. ત્યારથી, તે ભારત માટે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. કાનૂની પ્રક્રિયાથી બચવા માટે તે સતત પ્રયાસ કરી રહ્યો હોવાથી તેને કોર્ટે જાહેર ગુનેગાર જાહેર કર્યો હતો.પૂંચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવાના વારંવાર પ્રયાસો છતાં, તે ફરાર રહ્યો, જેના કારણે કોર્ટે તેની મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ચકાસણી અને દસ્તાવેજો સહિતની તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી પોલીસે મહેસૂલ વિભાગ સાથે સંકલનમાં આ જપ્તી હાથ ધરી હતી.