ઓગસ્ટ 21, 2025 8:29 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીર ચિસોટી ગામમાં આઠમા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાથી પ્રભાવિત કિશ્તવાડના ચિસોટી ગામમાં આજે સતત આઠમા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલુ રહેશે. આ ઘટનામાં અત્યાર સુધી મૃત્યુઆંક 65 પર પહોંચ્યો છે, જેમાં ત્રણ CISF જવાનો અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 70 લોકો હજુ પણ ગુમ છે. સેના, NDRF, SDRF, CISF, પોલીસ અને સ્થાનિક લોકો સહિતની બચાવ ટીમો ચિસોટીથી ગુલાબગઢ સુધીના 22 કિલોમીટર લાંબા પ્રવાહમાં ભારે મશીનરી, સ્નિફર ડોગ્સ અને નિયંત્રિત વિસ્ફોટોનો ઉપયોગ કરીને મોટા પથ્થરો સાફ કરી રહી છે.