જમ્મુ અને કાશ્મીરના કટરા માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. સરકાર નવું વૈષ્ણવી ભવન,એક્ઝિટ ટ્રેક અને દરેક મોસમ અનુકૂળ કતાર સંકુલ સ્થાપવાની યોજના ધરાવે છે.માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગએ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થનારા ઘણા પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં ફેમિલી રૂમ્સ સાથેનું નવું વૈષ્ણવી ભવન, ભીડની સરળ અવરજવર માટે એક્ઝિટ રૂટ અને દર્શની દેવરી, બાણગંગા ખાતે કતાર સંકુલનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે વૈષ્ણો દેવી મંદિર હિન્દુ આધ્યાત્મિકતા અને પૌરાણિક
કથાઓમાં ઊંડું મહત્વ ધરાવે છે. વર્ષ 1986માં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની સ્થાપના સાથે તેના આધુનિક વિકાસની શરૂઆત થઈ હતી, વહીવટીતંત્ર સુવિધાઓ વધારવા અને મુલાકાતીઓ માટે સલામત અને વધુ આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 1:59 પી એમ(PM) | માતા વૈષ્ણોદેવી મંદિર
જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
