જમ્મુ અને કાશ્મીરમાં, જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં આજે એક વાહન રસ્તા પરથી ખીણમાં ખાબકતાં એક સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં હતા અને અન્યબે ઇજાગ્રસ્ત થયા હતા. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં.જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.પ્રાથમિક સારવાર બાદ, ઇજાગ્રસ્તોને રિયાસીની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ ઈજાગ્રસ્તોમાંથી એકનું મૃત્યુ થયું હતું. તમામ મૃતકો રિયાસી જિલ્લાના મહોર તાલુકાના રહેવાસી હતા.
Site Admin | નવેમ્બર 7, 2024 7:14 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરમાં, જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં આજે એક વાહન રસ્તા પરથી ખીણમાં ખાબકતાં એક સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં હતા અને અન્યબે ઇજાગ્રસ્ત થયા હતા
