જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં બચાવ અને રાહત કામગીરી ગઈકાલે સતત પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી.અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે,41 લોકો ગુમ છે, જેઓ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમોએ મૃતકોની સંખ્યા વધુ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન,સેનાએ અસરગ્રસ્ત સ્થળે બેલી બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું છે, જે બચાવ કામગીરીને ઝડપી બનાવવામાં અને માણસો અને મશીનરીની સરળ અવરજવર સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બની રહ્યો છે.બચાવ ટીમો, સ્થાનિક સ્વયંસેવકો અને રાહત એજન્સીઓ ખોરાક, પાણી અને તબીબી સહાય પૂરી પાડી રહ્યા છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે કામગીરીને વધુ તીવ્ર બનાવવા અને પીડિતો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:36 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરમાં ચિસોટી ગામમાં બચાવ અને રાહત કામગીરી સતત પાંચમા દિવસે પણ ચાલુ
