ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2025 10:22 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી સતત ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી ગઇકાલે સતત ચોથા દિવસે પણ ચાલુ રહી હતી.અમારા સંવાદદાતા જણાવે છે કે, સેનાના ઇજનેરોએ ગામ અને માચૈલ માતા મંદિર વચ્ચે સંપર્ક પુનઃસ્થાપિત કરવા અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે બેલી બ્રિજ પર કામ શરૂ કર્યું છે. પોલીસ, સેના, NDRF, SDRF, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં, 50 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે.ગત 14 ઓગસ્ટના રોજ માચૈલ માતા મંદિરના માર્ગ પરના ચિસોટીમાં વાદળ ફાટવાથી 60 લોકોના મોત થયા હતા અને 80 અન્ય ગુમ થયા હતા, જ્યારે 167 લોકોને બચાવાયા હતા.દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કઠુઆના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી થયેલા જાનમાલના મોટા નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, આ ઉપરાંત ઘાયલોને એક લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા મળશે. ક્ષતિગ્રસ્ત ઘરો માટે પણ સહાય આપશે