ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2025 10:02 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી બે CISF ના જવાન સહિત 45 લોકોના મોત – 120થી વધુને બચાવાયા

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં બે સીઆઇએસએફના જવાન સહિત 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 120 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. કાટમાળ અને કાદવ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.જ્યારે SDRF, પોલીસ, સેના અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, બે નવી NDRF ટીમો સહિત વધુ બચાવ ટીમો તૈનાત કરાઇ છે. અચાનક પૂરમાં એક ડઝનથી વધુ વાહનો, અનેક વીજળીના થાંભલા, કામચલાઉ દુકાનો અને સુરક્ષા ચોકી સહિત અનેક બાંધકામો ધોવાઈ ગયા છે.રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીયગૃહ મંત્રી, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રીઓમર અબ્દુલ્લા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ