જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રિયાસી જિલ્લા પોલીસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઓપરેટિવ, મોહમ્મદ શરીફ મિરાસી, જે મૂળ જિલ્લાના મહોર તાલુકાના સિલધર ગામનો રહેવાસી છે, તેની મિલકત જપ્ત કરી છે.શરીફ મિરાસી 2000માં આતંકવાદી રેન્કમાં જોડાયો હતો અને બાદમાં 2010માં ભારત સામે યુદ્ધ કરવાના ઇરાદાથી શસ્ત્રો ખરીદવા અને આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન ગયો હતો. શરૂઆતમાં હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો, તે પછીથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલો હતો તેણે સરહદ પારથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું.
Site Admin | ઓક્ટોબર 16, 2025 9:46 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી
