ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 18, 2025 1:47 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે કોબ્રા બટાલિયનની રચનાની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે એક ખાસ કોબ્રા બટાલિયનની રચનાની જાહેરાત કરી છે.
17 વર્ષ પહેલાં, નક્સલ પ્રભાવિત રાજ્યોમાં ગાઢ જંગલોમાં લડવા માટે કોબ્રા બટાલિયનની રચના અર્ધલશ્કરી દળ તરીકે કરવામાં આવી હતી. ભારતીય સેનાના CRPF મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે ગઈકાલે મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં દળના 86મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર નવી કોબ્રા ટુકડીની રચના કરવામાં આવી છે.
આ સાથે, જમ્મુ અને કાશ્મીરમાં CRPF ઓપરેશનને મજબૂત બનાવવામાં આવશે અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવામાં મદદ મળશે. આ નવી ટુકડી 11મી કોબ્રા બટાલિયન હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ