ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 9:12 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના થયો. ભગવતી નગર યાત્રાળુ નિવાસ બેઝ કેમ્પથી 61 વાહનોના કાફલામાં કુલ એક હજાર 490 યાત્રાળુઓ રવાના થયા. આ જૂથમાં એક હજાર 262 પુરુષો, 186 મહિલાઓ, 42 સાધુ અને સાધ્વીઓનો સમાવેશ થાય છે.કુલ 327 યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા, જ્યારે એક હજાર 163 યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા. આ શિબિરોમાંથી, યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરની યાત્રા ચાલુ રાખશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, સુરક્ષા દળોએ યાત્રાને સરળ અને સલામત બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.