કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજયના પ્રવાસીઓને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની ખાતરી આપી અને કાશ્મીરની મુલાકાતે આવવા નિમંત્રણ આપ્યું છે.
અમદાવાદમાં પત્રકારોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પહલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળોનું સુરક્ષા ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરી પૂર્ણ થયા બાદ જ પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે પહલગામ હુમલાબાદ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન પર અસર થઈ હતી પરંતુ તે હવે ફરી સામાન્ય થઈ રહી છે. અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રાનું સફળ આયોજન એ પુરવાર કરે છે.
ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે પર્યટક આવવા હોવાથી જમ્મુ અને કાશ્મીર તંત્ર દ્વારા આ રાજ્યોમાં જઈને કાશ્મીર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કામગીરી થઈ રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું
અગાઉ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શ્રી અબ્દુલ્લા અને રાજ્યનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ 3 દિવસના ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (TTF) 2025નું ઉદઘાટન કર્યું હતું. આ ટુરીઝમ ફેરમાં 900થી વધુ પ્રદર્શકો ભાગ લઇ રહ્યા છે.
Site Admin | જુલાઇ 31, 2025 7:41 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યનાં પ્રવાસીઓને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની ખાતરી આપી