ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 2, 2025 6:12 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી છે. શ્રીનગર ખાતે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેના પ્રથમ મીડિયા વાર્તાલાપ સત્ર દરમિયાન પત્રકાર સાથે વાત કરતાં તેમણે,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના ડિસેમ્બર 2023ના નિર્દેશને ટાંકીને પ્રદેશના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.  તેમણે કહ્યું કે આ યોગ્ય સમય છે કે જે સ્થિતિછીનવી લેવામાં આવી છે તે શક્ય તેટલી વહેલી તકે પરત કરવામાં આવે. 

શ્રી અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરમાં નવીઆરક્ષણ નીતિ સામે વિરોધને લગતી ચિંતાઓને ટાંકી આશ્વાસન આપતા કહ્યું હતું કે, આહેતુ માટે કેબિનેટ સબ-કમિટીની સ્થાપના કરવામાં આવી છે અને આ મામલાને સમયમર્યાદામાં ઉકેલવામાં આવશે.  મુખ્યમંત્રીએ ચુંટણી સમયે આપેલ વચનો પૂરા કરવામાટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ જણાવ્યું કે,  કેટલાક ધ્યેયો તાત્કાલિક હાંસલ કરવામાં આવશે,જ્યારે અન્ય જેવા કેરાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે સમયની જરૂર પડશે.