જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થશે. ત્રણ દિવસીય રમત મહોત્સવમાં રોઇંગ, કાયાકિંગ અને કેનોઇંગમાં 24 સુવર્ણ ચંદ્રક માટે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
આ પહેલી ઓપન-એજ રાષ્ટ્રીય સ્પર્ધા છે જેમાં તમામ 24 ચંદ્રક ઇવેન્ટ્સ ઓલિમ્પિક રમતોનો ભાગ છે. આ મહોત્સવમાં ત્રણ પ્રદર્શન ઇવેન્ટ્સ, વોટર સ્કીઇંગ, શિખરા બોટ સ્પ્રિન્ટ અને ડ્રેગન બોટ રેસ પણ હશે.
મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા અને કેરળ, 44 એથ્લેટ્સનું સૌથી મોટું દળ મોકલી રહ્યા છે. સર્વિસિસ આ વખતે સ્પર્ધા કરશે નહીં. 2022 એશિયન ગેમ્સના રજત ચંદ્રક વિજેતા ઓલિમ્પિયન અર્જુન લાલ જાટ, દિલ્હીનું પ્રતિનિધિત્વ કરીને આકર્ષણ જમાવશે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:24 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ
