જાન્યુઆરી 19, 2026 1:59 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને શોધવા સેનાનું આક્રમક “ઓપરેશન ત્રાશી-I” ચલાવાયું.

જમ્મુ અને કાશ્મીરમાં, ગઈકાલે સાંજે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે , સેના ગઈકાલે બપોરથી આતંકવાદીઓને પકડવા અને મારવા માટે “ઓપરેશન ત્રાશી-I” ચલાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાતભર રોકાયા પછી સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના ઉપરના ભાગોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે આજે દિવસના પ્રથમ કિરણ સાથે તેમનું તપાસ અભિયાન ફરી શરૂ કર્યું છે.
આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, રવિવારે ચતરૂ પટ્ટામાં મંદરાલ-સિંહપોરા નજીકના સોન્નાર ગામમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા બે થી ત્રણ આતંકવાદીઓનું એક જૂથ આ વિસ્તારમાં ફસાયેલું હોવાનું માનવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.