જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા આ અભિયાન ગઈકાલે બપોરે શરૂ કરાયું હતું.
Site Admin | જાન્યુઆરી 19, 2026 9:20 એ એમ (AM)
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ