ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2025 7:48 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના, કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટતાં અનેક લોકોના મોત અને 75થી વધુ લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં, આજે બપોરે કિશ્તવાડ જિલ્લાના એક દૂરના ગામમાં વાદળ ફાટતાં અનેક લોકોના મોત થયા છે અને 75 થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો ગુમ છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ આ દુર્ઘટનાને કારણે સંપત્તિને પણ વ્યાપક નુકસાન થયું છે. આ દુર્ઘટના કિશ્તવારથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા ચાસોટીમાં થઇ હતી. ઘટના બાદ મંદિરની વાર્ષિક યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ, રાહત અને પુનઃપ્રાપ્તિ કામગીરીમાં 20 દિવસ જેટલો સમય લાગી શકે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શોક સંદેશમાં કહ્યું કે તેઓ પ્રભાવિત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જરૂરિયાતમંદોને તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. NDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.