ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2025 7:28 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં.

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ગઈકાલે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. CRPF એ ઘાયલોને કટરા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. ટીમે ફસાયેલા યાત્રાળુઓને પણ મદદ કરી હતી અને તેમને જરૂરી તબીબી સહાય પૂરી પાડી હતી. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે SDRF, NDRF, અર્ધલશ્કરી દળો, સેના અને વાયુસેનાના અધિકારીઓ સતત નાગરિક વહીવટીતંત્ર સાથે સંકલન કરી રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનમાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા દરેક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
દરમિયાન, જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે, ઉત્તર રેલ્વેએ 45 ટ્રેનો રદ કરી છે અને 25 ટ્રેનોને અધવચ્ચે અટકાવી દીધી છે. જમ્મુ તાવી, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, પઠાણકોટ અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. જમ્મુ માટે હેલ્પલાઇન નંબર 7888839911 અને દિલ્હી માટે 97176387751 છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.