જૂન 27, 2025 9:22 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરી

જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રીનગર રાજભવન ખાતે રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી અને ત્રીજી જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને પીડીપીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપ રાજયપાલે યાત્રાના સલામત અને સફળ સંચાલન માટે અમરનાથજી શ્રાઇન બોર્ડ, વહીવટ, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સુરક્ષા દળોના સમર્પિત પ્રયાસોની ચર્ચા કરી. શ્રી સિન્હાએ કહ્યું કે બાબા અમરનાથના આશીર્વાદથી જરૂરી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને આ યાત્રા જમ્મુ અને કાશ્મીર માટે એક નવા અધ્યાયની શરૂઆત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.