ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 2:46 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અવંતિપોરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનનો એક પાકિસ્તાની કાશ્મીરી આતંકવાદી એવા યુવાનોની શોધમાં હતો કે જેઓ આતંકવાદી પ્રવૃતિમાં જોડાવા માટે પ્રેરિત કરી શકાય અને આવા યુવાનોને શોધી  તેમને હથિયારો પૂરા પાડવામાં આવતા હતા. આ યુવાનોને ઔપચારિક રીતે આતંકવાદી સંગઠનમાં જોડતા પહેલા આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન આ મોડ્યુલનો ભાગ હતા તેવા યુવાનોની ઓળખ કરવામાં આવી હતી. આ યુવાનોને આતંકવાદી પ્રવૃતિમાં જોડાવા માટે પિસ્તોલ, ગ્રેનેડ, આઈઈડી અને અન્ય વિસ્ફોટક સામગ્રી આપવામાં આવી હતી. તેમને લક્ષિત વ્યક્તિની હત્યા કરીને, સુરક્ષા દળો અથવા જાહેર સ્થળો અને બિન-સ્થાનિક મજૂરો પર ગ્રેનેડ ફેંકવા અને IED લગાવીને અને બ્લાસ્ટ કરીને કેટલીક આતંકવાદી પ્રવૃત્તિ કરવા સૂચના આપવામાં આવીહતી.તપાસ દરમિયાનએ વાત પણ સામે આવી હતી કે આ યુવાનોની મદદથી IED લગાવવા માટે કેટલીક જગ્યાઓ પણ પસંદ કરાઇ હતી. દરમિયાન કેસની તપાસ ચાલુ છે અનેવધુ ધરપકડ અને જપ્તી થવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.