ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની રાષ્ટ્રીય પરિષદમાં વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનાર યોજાયો, જેમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના કુલ 300 જેટલા અધિકારી- કર્મચારીઓએ વિવિધ સાત વિષયો પર સમૂહ ચર્ચા કરી. દરમિયાન નાગરિક-કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટ, મહેસૂલ અદાલતી કેસ – પ્રક્રિયાનું પુનઃમાળખાકીય રચના, જમીન સંપાદન અને રિસર્વેના પ્રયાસો – વર્તમાન વાસ્તવિકતાઓ અને ભવિષ્યનો માર્ગ, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધનનું આયોજન, અને આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવની વહેંચણી જેવા વિષયો પર સમૂહ ચર્ચા યોજાઈ,જેમાં દરેક વિષયના મૂંઝવતા પ્રશ્નો, તેના સ્વોટ એનાલિસિસ, બજેટ, તેના નિરાકરણ માટે લેવાયેલા નિર્ણયો અને તેના પરિણામો અન્વયે સહભાગીઓએ મનોમંથન કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 4, 2025 10:21 એ એમ (AM)
જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની રાષ્ટ્રીય પરિષદમાં સાત વિષયો પર વિશેષ સમૂહ ચર્ચા કરાઇ