ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રી-સરવેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 272 તાલુકા, 18 હજાર 723 ગામ માટે રી-સરવેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું જે પૈકી 18 હજાર 46 ગામોને રી-સરવેની કામગીરી હેઠળ આવરી લેવાયા છે. શ્રી રાજપૂતે જણાવ્યુંકે છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં રી-સરવે અંગેની 12 હજાર 191 અરજીઓ તથા સાબરકાંઠા જિલ્લામાં 22 હજાર 226  અરજીઓનો નિકાલ કરાયો છે.જે અરજીઓ પેન્ડીંગ છે તે ગામોના કલસ્ટર બનાવી માઈક્રો પ્લાનીંગથી અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં છે. છોટા ઉદેપુર જિલ્લામાં 4 હજાર 754 અરજીઓમાંથી 3 હજાર 578 અરજીઓનો નિકાલ કરાયો છે. ‘સ્ટુડન્ડ પોલીસ કેડેટ’ની તાલીમ અંગે ગૃહ રાજ્ય મંત્રી વતીમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 92 હજારકરતાં વધુ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ અપાઈ હતી. શ્રી વિશ્વકર્માએ જણાવ્યુંકે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળાના બાળકોને ‘સ્ટુડન્ડ પોલીસકેડેટ’ની તાલીમ અપાય છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં 3 હજાર 435 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.