ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 17, 2025 11:48 એ એમ (AM)

printer

જન્માષ્ટમી પર્વ નિમિત્તે એક લાખ 70 હજારથી વધુ ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા

જન્માષ્ટમીના દિવસે એક લાખ 70 હજારથી વધુ લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં દર્શન કર્યા. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, સોમનાથ તીર્થમાં ગઈકાલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. ભક્તો સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર પ્રભાસ તીર્થમાં “જય સોમનાથ”, “જય રણછોડ માખણ ચોર”ના નાદ ગૂંજતા રહેતા તીર્થભૂમિમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો. દરમિયાન સોમનાથ મહાદેવને વિશેષ પુષ્પ અને શ્રૃંગાર કરાયો. સાંજના સમયે મંદિર પરિસરમાં ભવ્ય આરતીના દર્શન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવાયું