રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના તમામ યાત્રાધામોમાં કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કૃષ્ણની નગરી તરીકે પ્રસિધ્ધ દ્વારકા ખાતે સેંકડો ભક્ત જનો ઉમટ્યાં છે.. રાત્રે બારના ટકોરે ભગવાનના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે. ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. દ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવી રહ્યાં છે કે રાત્રે ૧૨ કલાકે શ્રીજીની જન્મોત્સવ આરતી યોજાશે.
૨:૩૦ સુધી જન્મોત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. રાત્રે ૨:૩૦ કલાકે શ્રીજી શયન કરશે.. (દર્શન બંધ) થશે…
દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે શોભાયાત્રા મુખ્ય માર્ગોથી પરથી નીકળી હતી. ભવ્ય શોભા યાત્રામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ જોડાયા હતા.
મધ્ય ગુજરાતના ડાકોરમાં પણ જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી રહ્યાં છે. ભગવાન રણછોડના જન્મના વધામણાં માટે મંગળા આરતીથી જ કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળી હતી.. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે.
રાજા રણછોડરાયજીએ શંખ, ચક્ર, ગદા પદ્મ ધારણ કર્યા હતા, જે મૂર્તિનાં દર્શન ભક્તોને મન જીવન સંભારણું બને છે, તેમ અમારા ખેડાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવી રહ્યાં છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં આવેલા શામળાજી તીર્થસ્થાન ખાતે મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને હાલમાં પણ ભગવાના ચરણોમાં શીશ ઝુકાવવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાના-મોટા તમામ કૃષ્ણ મંદિરોમાં સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી, પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલ હરિહર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો છે. હિંગળાચાચર ચોકમાં પ્રાચીન કૃષ્ણ મંદિર ખાતે પણ મટકીફોડના પણ કાર્યક્રમનું આયોજન થયા છે.
બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં મહિલાઓ આવતીકાલે કૃષ્ણ જન્મ મહોત્સવને લઈને કાનુડો રમશે, ગામડાઓમાં બહેનો દીકરીઓ ઢોલના તાલે દેશી ગીતો સાથે રાસ રમે છે, હજુ પણ ગામડાઓમાં ક્યાંક સંયુક્ત ગામ ભેગું મળી કાનુડો વાળે છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:11 પી એમ(PM)
જન્માષ્ટમી નિમિત્તે ઉમટી પડેલા કૃષ્મભક્તોના જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી રહ્યાં છે મંદિરો