જંગલી પ્રાણીઓના હુમલા અને ડાંગરના પાકમાં પાણી ભરાઈ જવાથી થયેલા પાકના નુકસાનને હવે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા માળખા હેઠળ, જંગલી પ્રાણીઓના હુમલાને કારણે થતા પાકના નુકસાનને હવે સ્થાનિક જોખમ શ્રેણી હેઠળ પાંચમા એડ-ઓન કવર તરીકે ઓળખવામાં આવશે, જ્યારે ડાંગરના નુકસાનને સ્થાનિક આફત હેઠળ ફરીથી રજૂ કરવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યો પાકના નુકસાન માટે જવાબદાર જંગલી પ્રાણીઓની યાદી સૂચિત કરશે અને ઐતિહાસિક ડેટાના આધારે સંવેદનશીલ જિલ્લાઓ અથવા વીમા એકમોની ઓળખ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોએ જીઓટેગ કરેલા ફોટોગ્રાફ્સ અપલોડ કરીને પાક વીમા એપ્લિકેશનનો ઉપયોગ કરીને 72 કલાકની અંદર નુકસાનની જાણ કરવાની રહેશે. આ નિર્ણય ખરીફ 2026 થી લાગુ કરાશે.
Site Admin | નવેમ્બર 18, 2025 7:43 પી એમ(PM)
જંગલી પ્રાણીઓના હુમલા અને પાણી ભરાઈ જવાથી થયેલા ડાંગરના નુકસાનને હવે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ આવરી લેવાશે