ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 3, 2024 3:31 પી એમ(PM) | છોટા-ઉદેપુર

printer

છોટા-ઉદેપુર જિલ્લામાં આધાર-કાર્ડ અપડેટ, નવા મૉબાઈલ નંબર ઉંમેરવા તેમજ રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

છોટા-ઉદેપુર જિલ્લામાં આધાર-કાર્ડ અપડેટ, નવા મૉબાઈલ નંબર ઉંમેરવા તેમજ રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.છોટા-ઉદેપુર તાલુકામાં જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ફરેકૂવા જૂથ ગ્રામ પંચાયત,પાલસંડા ગ્રામ પંચાયત,જનસેવા કેન્દ્ર,કલેકટર કચેરી સહિતના સ્થળ પર તો જેતપુરપાવી તાલુકામાં મામલતદાર કચેરી,મોટીબેજ ગ્રામ પંચાયત,ગઢ જૂથ ગ્રામ પંચાયત,મજીગામ જૂથ ગ્રામ પંચાયત સહિતની જગ્યાએ આ કામગીરી થઈ રહી છે.બોડેલી તાલુકામાં મામલતદાર કચેરી,બોડેલી,બામરોલી જૂથ ગ્રામ પંચાયત,વણધા ગ્રામ પંચાયતમાં લોકો પોતાનું રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાણ કરાવી શકશે.જરૂરિયાત મુજબ કિટના સ્થળની બદલી અલગ-અલગ જગ્યાએ કરી આ કામગીરી થઈ રહી છે.