છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની તુવેર ખરીદવા માટે ત્રણ કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. બહાદારપુર, બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- A.P.M.C., અને ઢોકલિયા જીન સોસાયટી એમ ત્રણ કેન્દ્ર પર કુલ 65 હજાર 750 ક્વિન્ટલ જેટલી તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં રાયડાના ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ચાર હજાર કિલો રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.