લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ – અંતર્ગત વડોદરાના પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઇ. એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે યોજાયેલી પદયાત્રા થકી એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના આદર્શો લોકો સુધી પહોંચાડાયા.
છોટાઉદેપુરમાં યોજાયેલી પદયાત્રામાં પાંચ કિલોમીટરની વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાયો.
મોરબીના વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમા ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઇ. તેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરાયાં. સાથે જ વેપારીઓએ પુષ્પવર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું.
પાટણમાં નોરતા ગામ ખાતેથી દેશ ભક્તિના માહોલમાં દસ કિલોમીટર લાંબી, રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઈ હતી.
Site Admin | નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)
છોટાઉદેપુરમાં યોજાયેલી પદયાત્રામાં પાંચ કિલોમીટરની વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાયો.