છોટાઉદેપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ અંતર્ગત મતદાન મથકો પર વિશેષ શિબિર યોજાઈ. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી, બોડેલીના પ્રાન્ત અધિકારીઓ અને તમામ મામલતદારોએ આ શિબિરમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી. તેમજ ઉપસ્થિત બૂથ સ્તરના અધિકારીઓ – BLO અને મતદારોને માર્ગદર્શન આપ્યું..
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તમામ મતદારમથક પર 15, 16, 22 અને 23 નવેમ્બરે વિશેષ શિબિરની જાહેરાત કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)
છોટાઉદેપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ અંતર્ગત મતદાન મથકો પર વિશેષ શિબિર યોજાઈ.