છોટાઉદેપુરની મધ્યમાં આવેલા અને નગરની શાન ગણાતા કુસુમ સાગર તળાવની સફાઇ હાથ ધરવામાં આવશે. તળાવમાં ભારે ગંદકી ફેલાઇ ગઇ હતી. જેને કારણે અસહ્ દુર્ગંધ ફેલાયેલી હતી. જળ વેલો ઊગી નીકળતી હોવાની પણ વિકટ સમસ્યા હતી. કુસુમ સાગર તળાવ ની સાફ-સફાઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અંતર્ગત અંદાજીત 50 લાખ 47 હજારના ખર્ચે હાથ ધરાયુ છે. કુસુમ સાગર તળાવ અને ચોખ્ખું અને સ્વચ્છ બનાવવામાં આવશે અને પાંચ વર્ષ સુધી તેની તમામ સાફસફાઈ અને નિભાવની જવાબદારી ઇજારદારની રહેશે જે કામગીરી ની શરૂઆત થતા તળાવની શોભા બદલાશે
છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા મહા મંત્રી મેહુલ પટેલ દ્વારા તળાવની સાફ સફાઈ વહેલી તકે થાય અને સમસ્યાનો ઉકેલ આવે તે બાબતે સરકારમાં રજૂઆત કરાઇ હતી.
Site Admin | નવેમ્બર 8, 2024 3:16 પી એમ(PM) | સફાઇ
છોટાઉદેપુરની મધ્યમાં આવેલા અને નગરની શાન ગણાતા કુસુમ સાગર તળાવની સફાઇ હાથ ધરવામાં આવશે
