ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે.
જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા તેમજ ભૂગર્ભજળ રિચાર્જ માટે વિવિધ સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ લોકોની આજીવિકા વધારવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.તાજેતરમાં કુકરદા ગામમાં સ્થાપિત આ વેધર સ્ટેશનના માધ્યમથી અંદાજે 300 ખેડૂતોને હવામાન આધારિત પાક સલાહ SMS અને ટેલિફોન દ્વારા ઉપલબ્ધ થશે. આ સેવાઓમાં પાકમાં કીટનો હુમલો, તાપમાન, પવનની દિશા અને ગતિ, તેમજ જમીનના તાપમાન જેવા પરિમાણોની જાણકારી આપવામાં આવશે.