છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાંથી 62 લાખ 39 હજાર રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે વિશેષ કામગીરી જૂથ- SOG પોલીસે સીંગલદા ગામના એક ખેતરમાંથી 124 કિલો વધુનો જથ્થો પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસ આરોપી સામે રાષ્ટ્રીય ઔષધ અને માદક પદાર્થો NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું SOGના PSI એમ. એચ. જાદવે જણાવ્યું.
Site Admin | જાન્યુઆરી 4, 2026 7:11 પી એમ(PM)
છોટાઉદેપુરના કવાંટમાંથી 62 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો