નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ તેમના સંબોધનમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા , મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદમાં યોજનારી કોમનવેલ્થ અમદાવાદ @2030ને લીલી ઝંડી આપવામાં આવી છે. આ માટે રાજ્યસરકાર કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં સંપૂર્ણપણે કામગીરી કરી રહ્યું છે .
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:44 એ એમ (AM)
છેવાડાના ગામોથી લઈને શહેરો સુધી યુવા, મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે મુખ્યમંત્રીની મંત્રીઓને સૂચના
