રાજ્યના કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. છેલ્લા ચોવિસ કલાકમાં સૌરાષ્ટ્રના સાત તાલુકાઓમાં સરેરાશ એકથી અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં વિસાવદરમાં સૌથી વધુ અઢી ઈંચ અને કોટણા સાંગાણીમાં બે ઈંચ તેમજ કુકાવાવ વડિયા, ગોંડલ, બગસરા જામ કંડોરણા તાલુકામાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગણદેવી તેમજ આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે આકાશમાં વીજળી ઝબુકતી જોવા મળી હતી. સવારે 5 વાગ્યેથી વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વરસાદનું ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.રાજ્યમાં આજથી 7 દિવસ સુધી છુટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, દીવ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
Site Admin | મે 21, 2025 9:09 એ એમ (AM)
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના સાત તાલુકાઓમાં એકથી અઢી ઈંચ સુધી વરસાદ : વિસાવદરમા સોથી વધુ અઢી ઈંચ