હવામાન વિભાગે જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે. દરમ્યાન ગઈકાલે રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના આંકડાઓ મુજબ પોરબંદરના રાણાવાવ અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તથા રાજકોટ, મોરબી, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં બે થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
Site Admin | જુલાઇ 20, 2025 9:44 એ એમ (AM)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ – જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી