રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. આજે સવારે છ વાગે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.સોનગઢ, ઉમરપાડા, સિંહોર, ઉના, જાફરાબાદ, સુત્રાપાડા અને દેડિયાપાડા સહિત અનેક વિસ્તારોમાં 3 ઈંચથી લઈ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો જૂનાગઢ શહેર, વથંલી, રાજકોટ, મોડાસા, બેચરાજી સહીત અનેક પથંકોમાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.આ સાથે જ અમદાવાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ પડ્યો..ભાવનગર શહેર તેમજ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે વાતાવરણમાં પલટો મહુવામાં દોઢ ઇંચ કમોસમી વરસાદ પડ્યો અને જેસરમાં છૂટાછવાયા ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સાથે જ ઘોઘા, અલંગ, મહુવા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીર તાલુકામાં વરસાદ વરસ્યો. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.આગાહીને પગલે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રાજુલાના ધાતરવડી ડેમ-2નો એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેના કારણે નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 9:50 એ એમ (AM)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ, આજે ભારે વરસાદની આગાહી