ડિસેમ્બર 31, 2025 7:05 પી એમ(PM)

printer

છેલ્લા 22 વર્ષોમાં સ્વાગત કાર્યક્રમ દ્વારા 99 ટકાથી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

ગુજરાતના નાગરિકોનો છેલ્લા 22 વર્ષોથી સરકારમાં વિશ્વાસ દૃઢ કરતું પ્લેટફોર્મ એટલે સ્વાગત કાર્યક્રમ.પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ SWAGATને એક સક્રિય અને લોક-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું છેલ્લા 22 વર્ષોમાં SWAGAT પ્લેટફોર્મ થકી 99%થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં SWAGAT પ્લેટફોર્મનો સમય અને ટેક્નોલોજી સાથે વિકાસ કરવામાં આવ્યો છે.નિર્ધારિત સમયમર્યાદામાં નાગરિકોની ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવા માટે SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ અમલી બનાવામાં આવી છે સ્વાગત કાર્યક્રમના માધ્યમથી મોડદર ગામના 118 ખેડૂતોની હાલાકીનો અંત આવ્યો,
અરજીઓના સમયસર નિરાકરણ માટે મોનિટરિંગ ડેશબોર્ડ, અધિકારીઓનું પર્ફોર્મન્સ ચકાસવા માટે પર્ફોર્મન્સ ડેશબોર્ડ બનાવવામાં આવ્યું. છેલ્લા 2 વર્ષમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી ના કાર્યાલયોના પ્રતિનિધિમંડળોએ સ્વાગત યુનિટની મુલાકાત લઈ તેઓના રાજ્યમાં લાગુ કરવા માટે સમજણ મેળવી હતી.