ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 10, 2025 3:13 પી એમ(PM)

printer

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત થયા હોવાનું રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જણાવ્યુ.
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો. જેમાં જણાવાયું કે અમરેલી જિલ્લામાં છેલ્લા છ માસમાં 31 સિંહના મૃત્યુ છે, જેમાં 14 સિંહ બાળ તથા 17 સિંહોના મૃત્યુ થયા, જેમાં 27 સિંહ અને સિંહ બાળોના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર, ન્યુમોનિયા સહિત બિમારીના કારણ મૃત્યુ થયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યુ.