છેલ્લા 10 વર્ષમાં ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2014માં ફક્ત બે મોબાઇલ ઉત્પાદન એકમો હતા, આજે દેશમાં 300થી વધુ એકમો છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મોબાઇલ ફોન ઉત્પાદનનું મૂલ્ય નાણાકીય વર્ષ 2014 માં 18 હજાર 900 કરોડ રૂપિયાથી નોંધપાત્ર રીતે વધીને નાણાકીય વર્ષ 2024 માં 4 લાખ 22 હજાર કરોડ રૂપિયા થયું છે. તેમણે ઉમેર્યું હતું કે નિકાસ પણ 1 લાખ 29 હજાર કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં મોબાઇલ ફોન ઉત્પાદને છેલ્લા દાયકામાં 12 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે.
શ્રી વૈષ્ણવે નોંધ્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ આત્મનિર્ભરતાને આગળ ધપાવી રહ્યો છે, ઉત્પાદનને વેગ આપી રહ્યો છે અને રોજગારીનું સર્જન કરી રહ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:03 પી એમ(PM)
છેલ્લા 10 વર્ષમાં ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે
