માર્ચ 22, 2025 8:13 પી એમ(PM)

printer

છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન 105 ટકાના વિકાસ સાથે બમણું થયું.

છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપી એકસો પાંચ ટકાના વિકાસ સાથે બમણું થયું છે. ૨૦૧૫માં ભારતનો જીડીપી બે લાખ દસ હજાર કરોડ ડોલર હતો, જે ૨૦૨૫માં વધીને ચાર લાખ ત્રીસ હજાર કરોડ ડોલર થશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-IMF દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ભારત હવે અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. એવું કહેવાય છે કે ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડીને આગળ નીકળી જશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.