દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં 146 મિલિયન ટનથી 63 ટકાથી વધુ વધીને 239 મિલિયન ટનથી વધુ થયું છે. ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના પુરવઠામાં લગભગ એક ચતુર્થાંશ ફાળો આપે છે.
મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં, ડેરી રાષ્ટ્રીય અર્થતંત્રમાં પાંચ ટકા યોગદાન આપી રહી છે અને આઠ કરોડથી વધુ ખેડૂતોને સીધી રોજગારી આપે છે.
છેલ્લા દાયકામાં દેશમાં દરેક વ્યક્તિ માટે દૂધની ઉપલબ્ધતામાં પણ વધારો થયો છે. 2023-24માં પ્રતિ વ્યક્તિ 471 ગ્રામથી વધુ સાથે, પ્રતિ વ્યક્તિ 322ગ્રામની વિશ્વ સરેરાશ કરતાં ઘણી વધારે છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 2:24 પી એમ(PM)
છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધીને ૨૩૯ મિલિયન ટન થયું
