ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, તેમજ સાબરકાંઠા સહિત આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે.આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 8:06 એ એમ (AM)
છેલ્લા વીસ કલાકમાં રાજ્યના 229 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ