બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, બે વર્ષમાં આશરે એક લાખ 30 હજાર ક્વિન્ટલના વધારા સાથે વર્ષ 2024-25માં 3 લાખ 68 હજાર ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન થયું છે. જ્યારે વર્ષ 2022-23માં કુલ 2 લાખ 49 હજાર ક્વિન્ટલ બિયારણના વિતરણ સામે ગત વર્ષે બે લાખ 97 હજાર ક્વિન્ટલ બિયારણનું વેચાણ કરાયું. એમાં પણ, માત્ર બે જ વર્ષમાં 48 હજાર ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે અંદાજે ત્રણ લાખ 40 હજાર ક્વિન્ટલ અને વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 4 લાખ ક્વિન્ટલ બિયારણ ખેડૂતોને વિતરણ કરવાનો લક્ષ્યાંક રખાયો હોવાનું પણ શ્રી પટેલે જણાવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 30, 2025 7:08 પી એમ(PM)
છેલ્લા બે વર્ષમાં બીજ નિગમ દ્વારા પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો