રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાંરાજ્યના 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ છે. વિધાનસભાગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું કેખેડૂતોને પાક નુકસાન સહાય પેટે 12 હજાર 389 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરાઇ છે.ગત વર્ષે વરસાદથી થયેલા ભારે નુક્સાનનો સર્વે કરીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના68 હજાર 229 ખેડૂતોને 100 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ હતી. પટેલે ગૃહમાં ઉમેર્યું કે, અતિવૃષ્ટિ,વાવાઝોડા સહિતની કુદરતી આફતોથી પાક નુકસાન સામે ખેડૂતોને આર્થિકટેકો આપવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાનીટોપ-અપ સહાય પણ અપાય છે.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 7:42 પી એમ(PM) | પાક નુકસાન સહાય
છેલ્લા પાંચ વર્ષમાં 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ