છેલ્લા પાંચ વર્ષમાં લેધર-રેકઝીન ચીજવસ્તુ બનાવવા કુલ 2 હજારથી વધુ લાભાર્થીઓ તાલીમ આપવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ગ્રામીણ ઉદ્યોગ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ-ગ્રિમકો દ્વારા 6 કરોડ 55 લાખ રૂપિયા કરતાં વધુના ખર્ચે વિવિધ સ્થળોએ 73 જેટલા તાલીમ વર્ગોનું આયોજન કરાયું, જેમાં લેધર અને રેકઝીન ચીજવસ્તુ બનાવવા 2 હજાર 23 લાભાર્થીઓને કૌશલ્યબદ્ધ કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે ગ્રિમકો દ્વારા તાલીમાર્થીઓ પર ભારણ ન પડે તે હેતુથી ત્રિમાસિક તાલીમ દરમિયાન કાચો માલ-સામાન, બેનર્સ અને સ્ટેશનરી કિટ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત 90 ટકા હાજરી ધરાવતાં તાલીમાર્થીઓને પ્રતિ માસ 2 હજાર 500 લેખે કુલ 7 હજાર 500 રૂપિયા ભથ્થું, પ્રમાણપત્ર અને સરકારની મંજૂરી બાદ સિલાઇ મશીન પણ આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 2:58 પી એમ(PM)
છેલ્લા પાંચ વર્ષમાં લેધર-રેકઝીન ચીજવસ્તુ બનાવવા કુલ 2 હજારથી વધુ લાભાર્થીઓ તાલીમ આપવામાં આવી