વર્ષ 2023થી અત્યાર સુધીમાં નવી 476 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી PACS, 691 દૂધ મંડળીઓ અને 22 મત્સ્ય મંડળીઓની રચના કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર નવી PACSને ફર્નિચર ખરીદી માટે 80 ટકા અથવા 10 હજાર રૂપિયાની સહાય તેમજ શેર મૂડી માટે મહત્તમ 50 હજાર રૂપિયાની સહાય અપાશે. રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 957 PACS થકી 13 હજાર 875 પંચાયતોનો સમાવેશ કરાયો છે. આગામી બે વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને PACSની સેવાઓથી આવરી લેવાશે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 7:59 પી એમ(PM)
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં નવી 476 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી PACSની રચના કરવામાં આવી
