છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સત્તાવાર રહીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના રાજુલામાં સાડા આઠ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. બચાવ અને રાહત ટુકડીઓ દ્વારા 170થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મછીમારોને દરિયો ખેડવાની મનાઇ ફરમાવી છે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 9:51 એ એમ (AM)
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ