છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ વાર્ષિક 9.30 લાખ મેટ્રિક ટન માછલી ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ 80 ટકા છે. સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને કુલ મત્સ્ય ઉત્પાદનમાં 70 ટકા કરતાં વધુ યોગદાન આપે છે. વર્ષ 2023–24ની સરખામણીએ રાજ્યએ દરિયાઈ ઉત્પાદનમાં 14 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 2023-24 માં 7 લાખ 4 હજાર 828 મેટ્રિક ટન હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન કરાશે.
Site Admin | ડિસેમ્બર 5, 2025 7:27 પી એમ(PM)
છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ વાર્ષિક 9.30 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે