જુલાઇ 1, 2025 7:02 પી એમ(PM)

printer

છેલ્લા એક વર્ષમાં 96 લાખથી વધુ દિવ્યાંગ મુસાફરોએ એસટીમાં વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા છેલ્લા એક વર્ષમાં 96 લાખથી વધુ દિવ્યાંગ મુસાફરો અને 13 લાખથી વધુ તેમના સહાયકોએ વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે નિગમને ૭૫ કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી હતી તેમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ દ્વારા વિવિધ પાંચ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા મુસાફરો અને તેમના સહાયકો માટે એસ.ટી. બસમાં ૧૦૦ ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવા આવી રહ્યો છે.