વર્ષ 2024માં રાજ્યમાં કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને SDRFમાંથી એક હજાર 333 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.
વિધાનસભામાં એક પ્રશ્નનાં જવાબમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્ર્ સરકારે SDRFમાં 75 ટકા લેખે કુલ પાંચ હજાર 852 કરોડ તેમજ રાજ્ય સરકારે 25 ટકા લેખે કુલ એક હજાર 949 કરોડનાં ફંડની ફાળવણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુદરતી આફતો સમયે નાગરીકોને થયેલા નુકસાન સામે SDRFના ધારાધોરણો મુજબ કેન્ર્આ સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકારનો 25 ટકા ફાળો હોય છે.
Site Admin | માર્ચ 7, 2025 2:42 પી એમ(PM)
છેલ્લાં પાંચ વર્ષમાં કેન્ર્ સરકારે SDRFમાં 75 ટકા લેખે કુલ પાંચ હજાર 852 કરોડની ચૂકવણી
